મહારાષ્ટ્ર: શિવસેના-NCP, કોંગ્રેસ ગયા સુપ્રીમ કોર્ટના શરણે, આવતી કાલે સુનાવણી
મહારાષ્ટ્ર(Maharashtra) માં આજ સવારથી જે ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે તેનાથી મોટો રાજકીય ભૂકંપ આવી ગયો છે. જેના પગલે હવે શિવસેના મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારને સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ રહી છે. શિવસેના(Shivsena) એ આજે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી પદે અને અજિત પવારે ડેપ્યુટી સીએમ પદે શપથ લીધા તે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ(Supreme Court) માં અરજી દાખલ કરી છે.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra) માં આજ સવારથી જે ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે તેનાથી મોટો રાજકીય ભૂકંપ આવી ગયો છે. જેના પગલે હવે શિવસેના, NCP અને કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારને સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ એવા અહેવાલ છે કે સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારી લીધી છે. આવતી કાલે સવારે 11.30 વાગે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ અરજી દાખલ કરીને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના એ આદેશને રદ કરવાની માગણી કરી છે જેમાં તેમણે પ્રદેશમાં સરકાર બનાવવા માટે દેવેન્દ્ર ફડણવીસને આમંત્રિત કર્યા હતાં. આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં એવી પણ અપીલ કરાઈ છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને એવો આદેશ આપવામાં આવે કે તેઓ એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના ગઠબંધનને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે આમંત્રિત કરે.
ત્રણેય પાર્ટીના વકીલ દેવદત્ત કામતે કહ્યું કે તેમણે સુપ્રીમ કોર્ટને આવતી કાલે જ ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપવાની માગણી કરી છે. અમને આશા છે કે સુપ્રીમ કોર્ટ અમને સાંભળશે. જો કે સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી કાલે કરવાનું જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટ આ અરજી પર સુનાવણી આવતી કાલે 11.30 વાગે કરશે.
Senior Advocate Devadutt Kamat for Congress-NCP-Shiv Sena: In our petition, we requested SC for an urgent direction for a Floor Test to be held tomorrow itself. We are hopeful the Supreme Court will hear us. Our petition has been numbered. pic.twitter.com/epo2HuCR8M
— ANI (@ANI) November 23, 2019
ત્રણેય પક્ષોએ ગવર્નર તરફથી ભાજપ અને અજિત પવારને સરકાર બનાવવા માટે આપેલા આમંત્રણને ગેરબંધારણીય ગણાવ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે ત્રણેય પાર્ટીઓ તરફથી દાખલ કરાયેલી અરજીમાં દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની શપથને પડકારવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ પાસે આ મુદ્દે એક બેન્ચ બનાવીને રાતે જ તત્કાળ સુનાવણીની માગણી કરાઈ છે.
શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ આજે પોતાની પાર્ટીના વિધાયકો સાથે એક બેઠક કરી હતી. જેમાં નારાજ, ક્રોધિત, ઉદાસ, હતાશ વિધાયકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ઠાકરેએ આ વિધાયકોને સાંભળ્યા અને ત્યારબાદ તેમની હિંમત વધારી અને સાંત્વના આપી. વિધાયકોએ સંજય રાઉતને લઈને પણ પોતાની નારાજગી વ્યક્ત કરી. ઉદ્ધવે તે મુદ્દે પણ તેમને શાંત કરવાની કોશિશ કરી.
Shiv Sena: Shiv Sena has filed a writ petition in the Supreme Court against Devendra Fadnavis and Ajit Pawar taking oath as CM and Deputy CM of Maharashtra respectively. #Maharashtra pic.twitter.com/AoyIwrp48T
— ANI (@ANI) November 23, 2019
ઉદ્ધવે કહ્યું કે મારી શરદ પવાર સાથે વાત થઈ છે અને અમે સતત હાલાત પર ધ્યાન રાખી રહ્યાં છીએ. તમે વિશ્વાસ ન ગુમાવો. તમે ભરોસો રાખો કે આપણે હજુ બાજી હાર્યા નથી. 30 તારીખે ભાજપને આપણે બહુમત સાબિત કરવા દઈશું નહીં. સરકાર આપણી જ બનશે. હાલ આપણે બધાએ એકજૂથ રહેવાની જરૂર છે.
જુઓ LIVE TV
આ બાજુ અજિત પવારને પણ મનાવવાની કોશિશ ચાલુ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ અજિત પવારની સાથે ફક્ત 5 વિધાયકો રહી ગયા છે. જેમના નામ બાળાસાહેબ પાટિલ, અનિલ પાટિલ, નરહરી જિડવાલ અને ધનંજય મુંડે તથા દૌલત દરોડા સામેલ છે. જો અજિત પવાર ન માન્યા તો પાર્ટી તેમના પર કાર્યવાહી કરી શકે છે. મુંબઈ સ્થિત બ્રાઈટન ઈમારતમાં અજિત પવારને મનાવવા આવેલા એનસીપીના નેતા હસન મુશરિફ, સુનીલ તટકરે, દિલીપ વલસે પાટિલને અજિત પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ પોતાના નિર્ણયથી પીછેહઠ કરશે નહીં. પાર્ટીને બચાવવી હોય તો એનસીપી ભાજપને સપોર્ટ કરે. નહીં તો કેટલાક વિધાયકો જે મીટિંગમાં આવી રહ્યાં છે તેઓ સતત ભાજપના સંપર્કમાં છે. છેલ્લે તેમણે ફરીથી એમ જ કહ્યું કે તેઓ પોતાના નિર્ણયથી પીછેહઠ કરશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે